#PATAN : ખિલ ખિલાટ યુનિટ દ્વારા રાષ્ટ્રીય Motherhood Day ની ઉજવણી કરવામાં આવી..

પ્રેગન્નસી દરમિયાન મહિલાઓ ને કાળજી રાખવાના બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું..

રાષ્ટ્રિય Motherhood Day નિમિતે ગુજરાત સરકાર દ્વાર કાર્યરત GVK EMRI 108 ઇમરજન્સી સેવા અને ખિલ ખિલાટ સેવા કાર્યરત છે જેમા ખિલખિલાટ કે જે ANC/Delivery/PNC/SAM ના લાભાર્થીઓને ઘરે થી હોસ્પીટલ અને હોસ્પીટલથી ઘરે લાવવા અને મુકવાની સેવા પુરી પાડે છે. જે કર્મચારીઓએ આજે National Motherhood Day નિમિતે જે લાભાર્થી આવ્યા હતા તેમને આરોગ્યલક્ષી સલાહ આપવામા આવી હતી.

જેમા ડીલેવરી પહેલા કેટલા ચેકઅપ હોય છે, બાળકોની સાવચેતી કેવી રીતે રાખવી જેવી જરૂરી માહિતિ આપવામા આવી હતી,
આ કાર્યક્રમનુ આયોજન પાટણ જિલ્લા 108 ના સુપરવાઈઝર નરેશ પટેલ ના માગૅદશૅન હેઠળ ખિલ ખિલાટ ના કો-ઓર્ડીનેટર યોગેન્દ્રસિંહ અને ખિલ ખિલાટ ના કેપ્ટનો દ્વારા ખુબજ સુંદર રીતે કરવામા આવ્યુ હતુ.