#PATAN : શ્રી રોટલીયા હનુમાન ની વડયાત્રા નું આનંદ પ્રકાશ ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું..

શ્રી રોટલીયા હનુમાન વડયાત્રા ના મહારથી સ્નેહલભાઈ પટેલને આનંદપ્રકાશ બાપુની પ્રતિમા આપી બહુમાન કરાયું..

પાટણ શ્રી રોટલીયા હનુમાનજી ની પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને પાવન” વડયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું જે વડયાત્રા નું પાટણ સ્થિત શ્રી આનંદ પ્રકાશ ઔદીચ્ય બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


ભૂખ્યા અને અબોલ જીવો માટે પાટણ શહેરમાં સ્થાપિત કરવામાં આવેલ શ્રી રોટલીયા હનુમાનજી દાદા ની વડયાત્રા બ્રહ્મ સમાજ સંસ્થાના આંગણે આવતા સંસ્થામાં
અભ્યાસ કરતી બહેનો દ્વારા મંગલ સામૈયું કરી પવિત્ર અને પાવન વડવાઈ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી.


તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પવર્ષા સાથે યાત્રા નું સામૈયું કરાયું હતું. આ શુભ પ્રસંગે વડયાત્રા ના સંયોજક સ્નેહલભાઈ પટેલ નું સંસ્થા દ્વારા આનંદપ્રકાશ બાપુ ની તસ્વીર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ મનસુખભાઈ. એમ.જોષી, મંત્રી ભરતભાઈ એલ.જોષી. દેવચંદભાઇ,પ્રેમજીભાઈ,જગન્નાથભાઈ જોશી,બાબુભાઈ, ભાવેશભાઈ સહિત સમાજ ના વડીલો,આગેવાનો,અને સંસ્થાના હોદ્દેદારો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે શ્રી રોટલીયા હનુમાન દાદાની વડયાત્રા નું પાટણની ધમૅ પ્રેમી જનતાએ પણ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.