#CHANASMA : પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ ની ચિતન બેઠક ચાણસ્મા ખાતે યોજાઇ..

૨૦૨૨ માં ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર બનશે તો ૨ લાખ શિક્ષિત બેરોજગારો ને સરકારી નોકરી આપવામાં આવશે : જગદીશ ઠાકોર..

પાટણની ચારે ચાર બેઠકો ઉપર પંજો છવાઈ તે માટે કામે લાગી જવા ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનોનું જિલ્લા કોંગ્રેસ સમિતિ ને આહ્વાન..

ચાણસ્મા ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની ચિંતન શિબિર મંગળવારના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રદેશ સંગઠન પ્રભારી વિરેન્દ્ર સિંગ રાઠોડ,પાટણ જિલ્લા પ્રભારી મુકેશભાઈ દેસાઈ,પાટણ, સિધ્ધપુર અને રાધનપુર નાં ધારાસભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
પાટણ જિલ્લા કોંગ્રેસ ની ચિંતન શિબિર ને સંબોધીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરે ભાજપ સરકાર પર તેજાબી પ્રહારો કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૭ વષૅ થી ગુજરાત માં ભાજપની સરકાર છે ત્યારે આ સરકાર નાં રાજ માં મોંધવારી, બેકારી, ભષ્ટ્રાચાર, અસામાજિક પ્રવૃત્તિઓ,દાદાગીરીઓ, લુખ્ખાગીરીઓએ માઝા મૂકી છે અને આવા મુદ્દાઓ ને લઈને કાયૅક્રમો આપનારાઓને પોલીસ પણ ભાજપનાં ઈસારે જેલના સળિયા પાછળ ધકેલી તાનાશાહી સરકાર નો પરિચય કરાવી રહી છે

ત્યારે આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ની સરકાર બને તે માટે જિલ્લા નાં આગેવાનો અને કાર્યકર્તાઓ ને ભાજપના વિરૂદ્ધ માં લોકોને સ્પૅશતા પ્રશ્નો ને લઈને સરકાર વિરુદ્ધ કાયૅક્રમો ની શરૂઆત પાટણ જિલ્લા માંથી આરંભ કરવા આહ્વાન કર્યું હતું.તેઓએ વધુ માં જણાવ્યું હતું કે ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર બનશે તો ૨ લાખ શિક્ષિત બેરોજગારો ને સરકારી નોકરી,દારૂ,જુગાર,અફિણ, ડ્રગ્સ જેવી અસામાજિક બદીને નેસ્ત નાબુદ કરવાની સાથે ગુજરાત ની મુખ્ય પાંચ નદીઓ ઉપર રૂપિયા ૧૦૦ કરોડનાં ખર્ચે ચેકડેમો બનાવી નદીઓને નવપલ્લવિત બનાવી જળ સ્તર ઉંચા લાવવાની સાથે ખેડુતો ને સમૃધ્ધ બનાવાશે તેવો આશાવાદ વ્યક્ત કરી ગેસ નાં બાટલાનો ભાવ રૂ.૫૦૦ થી વધવા નહીં દેવામાં આવે તેવી ધોષણા કરી આગામી તા. ૧૫ એપ્રિલ થી રાજસ્થાન માંથી મુખ્યમંત્રી ગેહલોત દ્વારા પ્રસ્થાન થનાર ગાંધી ગૌરવ યાત્રા ની જાણકારી આપી ગુજરાત માં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે કોંગ્રેસ તૈયાર હોવાનો હુંકાર તેઓએ કર્યો હતો.


આ ચિંતન શિબિર માં પ્રદેશ સંગઠન પ્રભારી વિરેન્દ્ર સિંગ રાઠોડ, પાટણ જિલ્લા પ્રભારી મુકેશભાઈ દેસાઈ,પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ, સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા ની ચારે ચાર બેઠકો ઉપર પંજા નાં પ્રભાવ સાથે ચારેય બેઠકો કોંગ્રેસ કબજે કરે તે માટે અપીલ કરી હતી.


પાટણ જિલ્લા કોંગ્રેસ ની ચિંતન શિબિર ને સફળ બનાવવા જિલ્લા, શહેર કોંગ્રેસ સમિતિ સહિત નાં આગેવાનો કાયૅકરો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ ની ચિંતન બેઠક દરમિયાન સમી તાલુકાના નાનીચંદુર નાં વતની અને જિલ્લા ભાજપ મંત્રી અને પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત પાટણના ઠાકોર રામસંગજી ભાવસંગજી અને ગાજદિનપુરા ઠાકોર સેના ગ્રામ સમિતિ પ્રમુખ અને ભાજપ પેજ પ્રમુખ ઠાકોર રસીકજી વાલજીજી વિધીવત કોંગ્રેસ માં જોડાતાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા તેઓને આવકારી કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો.