#PATAN : વામૈયા ખાતે ઝાપડી માતાજી તથા ગોગા મહારાજની ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો….

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ખાતે વિરભણભા પરિવાર તથા સમસ્ત ચરમટા પરિવાર દ્વારા ચૈત્રસુદ -અગિયારસ ને તા.૧૨ એપ્રિલ ને મંગળવારના રોજ આધશક્તિ સ્વરૂપ શ્રી જાપડી માતાજી તથા ગોગા મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવચંડી યજ્ઞ સાથે રમેલ યોજાઈ હતી


આ પ્રસંગે દાતા પરિવાર દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી.માતાજીની તેમજ ગોગા મહારાજની વામૈયા ગામની ફરતે ડીજે ના તાલ સાથે શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા માં દાતા પરિવાર સહિત નાં ગામજનો જોડાયા હતા.હવનની પૂણૉહુતિ બાદ સૌએ દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.