#PATAN_CITY : મોઢ મોદી ધાચી જ્ઞાતિ સમાજ નો ભક્તિ સભર માહોલમાં બહુચરાજી જવા સંઘ પ્રસ્થાન પામ્યો..

યજમાન પરિવાર દ્વારા મૈયાની ધજા પુજા કરી સંધનુ પ્રસ્થાન કરાવ્યું..

પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ અકબંધ જાળવી રાખી છે. ચૈત્ર સુદ અગીયારસના દિવસે સંઘવી ડો.જયેશ પંચીવાલાના પરિવારજનો દ્વારા આયોજીત સંઘ બુકડી ચોક વિસ્તારમાં આવેલ કેશવવાડી ખાતેથી યાત્રાધામ બહુચરાજી ધામ ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું.


પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ બહચરાજી ખાતે પ્રથમ દિકરા-દિકરીની બાધા માનતા ચૈત્રી નવરાત્રીમાં પૂર્ણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્રી અગીયારસના દિવસે બહુચરાજી ખાતે સંઘનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને આજે શહેરના બુકડી ચોક વિસ્તારમાં આવેલ કેશવવાડી ખાતેથી સંઘવી પરિવાર દ્વારા મૈયાની ધજાપતાકાની પૂજા કરી વાજતે ગાજતે સંઘની શોભાયાત્રા શહેરના જાહેરમાર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં શણગારેલ બગીઓ, અને ઉંટલારીઓ જોડાઈ હતી. તો શ્રદ્ધાળુ ભકતોએ ઠેર ઠેર સંઘના વધામણા કર્યા હતા.


આ સંઘમાં સમાજની મહિલાઓએ મૈયાના ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભકિતના રંગેરંગી દીધુ હતું.સંઘ બુકડી ચોક ખાતેથી પ્રસ્થાન પામી ટાંકવાડા, પાવરહાઉસ, ભાટીયાવાડ, જુનાગંજ બજાર હિંગળાચાચર, ત્રણ દરવાજા, મદારસા ચોક, થઈ સિદ્ધિ સરોવર ખાતેના બાળા બહુચર ખાતેથી ચુંવાળ પંથકમાં બીરાજમાનમાં બહુચરના ધામ ખાતે જવા પ્રસ્થાન કર્યુ હતું.