#PATAN : જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડી.એમ.સોલંકી પદભાર સંભાળ્યો..

સોલંકીએ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક યોજી..

પાટણ ખાતે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો.
ડી.એમ.સોલંકી ગાંધીનગર ખાતે ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ વિભાગમાં અધિક નિયામક માંથી બદલી થઈને આવ્યા છે. ડી.એમ.સોલંકીએ જિલ્લાના નાગરિકોની અપેક્ષાઓ સંતોષાય એ રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત ભવન ખાતે વિવિધ શાખાઓની મુલાકાત લઈ કામગીરીનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ડી.એમ.સોલંકી વર્ષ ૧૯૯૬માં ગુજરાત વહીવટી સેવામાં જોડાયા હતા અને તેઓને વર્ષ ૨૦૧૩માં ભારતીય વહીવટી સેવામાં બઢતી મળી હતી. સોલંકીએ એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ પ્રાંત અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.