#PATAN : રણુંજ ગામે ચામુંડા સોસાયટી માં દુષિત પાણી આવતું હોવાની રજૂઆત પગલે અધીકારીઓએ રૂબરૂ સ્થળ મુલાકાત કરી..

રણુંજ ગ્રામપંચાયત ને આ સમસ્યાનો ઉકેલ લાવવા તાલુકા વિકાસ અધિકારી એ સુચના આપી..

પાટણ તાલુકાના રણુંજ ગામે આવેલ ચામુંડા નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણી માં ગટર નુ ભેળસેળ યુક્ત દુષિત પાણી આવતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માં રોગચાળો ફેલાવાની ભીતી સાથે અનેક તકલીફ ઉભી થવા પામી છે. ત્યારે બાબતે ગ્રામજનો દ્વારા પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે આ સમસ્યાનો ઉકેલ લાવવા રૂબરૂ રજૂઆત કરતા મંગળવારના રોજ પાટણ તાલુકા વિકાસ અધિકારી ડો.અરવિંદભાઈ પ્રજાપતિ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર,સૌરભભાઈ અગ્રવાલ તલાટી રણુંજ ગ્રામ પંચાયત દ્વારા સોસાયટીના રહીશો અને ગામના આગેવાનો દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરી તાત્કાલિક ધોરણે સમસ્યા નું નિવારણ લાવવા સુચના આપવામાં આવી હતી.


પાટણ તાલુકાના રણુંજ ગામે ચામુંડા સોસાયટી વિસ્તારમાં આવતાં દુષિત પાણી મામલે ગ્રામજનોની રજૂઆત નાં પગલે પાટણ તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ ની તાત્કાલિક સ્થળ મુલાકાત સાથે ની કામગીરી વિસ્તારના રહીશો સહિત સમગ્ર રણુંજ ગ્રામજનોએ સરાહનીય લેખાવી હતી.