#RADHANPUR : કસ્બા તલાટી કચેરી ની જજૅરિત છત ધરાશાયી થતાં ત્રણ કમૅચારીઓ ધવાયા..

કચેરીના કામનાં સમયે જ જજૅરિત છત ધરાશાયી બનતા અફડા તફડી મચી..

જજૅરિત કચેરી નું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની..

રાધનપુર ખાતે આવેલ કસ્બા તલાટી કમ મંત્રી ની ઓફિસમાં બુધવારના રોજ જજૅરિત બનેલી છત અચાનક ધરાશાયી થતા કચેરીમાં હાજર ત્રણ લોકો ઈજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બનાવના પગલે કચેરી સંકુલમાં અફડા તફડી મચી જવા પામી હતી.
રાધનપુર કસ્બા તલાટી ની વર્ષો જુની જજૅરિત બિલ્ડિંગની અંદર તમામ ઓફિસો આવેલી હોય અવાર નવાર જજૅરિત છત માંથી પોડા પડવાનાં બનાવો સજૉતા હોય છે

જે બાબતે અનેક રજૂઆતો તંત્ર સમક્ષ કરવા છતાં તેના સમારકામ માટે આજદિન સુધી લક્ષ નહીં અપાતાં કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી સહિત કચેરી નાં કામ માટે આવતાં અરજદારો માં ભય રહેતો હોય છે ત્યારે બુધવારના રોજ જજૅરિત બનેલી છત પડવાની ઘટના ઘટતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં બે વ્યક્તિ ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિ ને ગંભીર ઈજાઓ થતાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જોકે મોટી જાનહાનિ ટળી હોય લોકો એ હાસકારો અનુભવ્યો હતો. રાધનપુરના કસ્બા તલાટી ની વર્ષો જુની જજૅરિત બનેલ બિલ્ડીંગનુ તાત્કાલિક ધોરણે રિપેરીગ કામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે.