#PATAN_HNGU : યુનિવર્સિટી નાં એમ એસ ડબલ્યુ વિભાગ ખાતે ડો.આબેડકરજી નાં પુસ્તકો નું પ્રદશૅન યોજાયું..

કેક કાપી ડો બાબા સાહેબ આંબેડકર નાં જન્મ દિન ની ઉજવણી કરવામાં આવી..

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.ડબલ્યુ વિભાગમાં ડો.બાબાસાહેબ આંબેડકર ચેરવિભાગ દ્વારા આયોજીત આંબેડકરજીની 131મી જન્મજયંતિની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં તેમના જીવનચરિત્ર ઉપર પ્રકાશિત કરાયેલા 200 થી વધુ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેક કાપી આબેડકરજી નાં જન્મદિવસની ઉજવણી કરી પુસ્તક પ્રદર્શનને ખુલ્લુ મુકયુ હતું.
આ પુસ્તક પ્રદર્શનમાં ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરે ઘડેલા ભારતના સંવિધાનના નવીન આવૃત્તિવાળા સંવિધાનના બે પુસ્તકો તેમની ફોટો સ્મૃતિ પાસે પ્રદર્શીત કરવામાં આવ્યા હતા.
ડો.બાબાસાહેબ આંબેડકર ચેર વિભાગ દ્વારા તેમના જીવન ચરિત્રના વિવિધ પુસ્તકોનું વિદ્યાર્થીઓએ વાંચન કરી પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું. આ પ્રસંગે એમએસડબલ્યુ વિભાગના કો.ઓર્ડીનેટર લલીતભાઈ પટેલ, કુલપતિ ડો.જે.જે.વોરા, રજિસ્ટાર ડો.ડી.એમ.પટેલ ઉપસ્થિત રહયા હતા..