#RADHANPUR : પાલીકા ખાતે વોડૅ નં 1 ના રહિશોએ પાણી મામલે હલ્લાબોલ કર્યો..

મહિલાઓ દ્વારા માટલા ફોડી હાય હાય ના નારા લગાવી રામધુન બોલાવી..

રાધનપુર નગર પાલિકા કચેરી ખાતે વોડૅ નં 1 ની મહિલાઓએ બુધવારના રોજ પાણી મામલે માટલા ફોડી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વોડૅ નં 1 ની મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પાલિકા નો ધેરાવો કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને વિસ્તાર ની પાણી ની સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગ કરી માટલાં ફોડી પાલિકા કેમ્પસમાં રામઘુન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.


રાધનપુર શહેર ના વોર્ડ નંબર 1 ના રહીશો દ્વારા પાણી મામલે આયોજિત હલ્લા બોલ કાયૅક્રમ માં જોડાયેલી મહિલાઓએ પાલિકા હાય હાય ના નારા સાથે પાણી આપો પાણી આપો ના પોકાર કર્યો હતા.