#PATAN : લો કોલેજ અને અષ્ટાવકૅ વિકલાંગ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાનુની જાગૃતતા શિબિર યોજાઈ..

ગુજરાત સરકાર નાં પંચ પ્રકલ્પ અંતર્ગત, નોર્થ ગૂજરાત એજ્યુકેશન સોસાયટી , મુંબઈ સંચાલિત શેઠ શ્રી એમ.એન.લૉ કોલેજ ,પાટણ અને અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના ઓઢવા ગામ માં બુધવારના રોજ કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ શિબિરમાં અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ નાં પ્રમુખ કનુભાઈ પરમાર,કીર્તિભાઈ પટેલ,કનુભાઈ પટેલ,શેઠ m.n. લો કોલેજના પ્રોફેસર ડૉ. અવનિ બેન આલ,લો કોલેજના વિદ્યાર્થીઓ,શાળા ના શિક્ષકો,ઓઢવા પ્રાથમિક શાળા ના આચાર્ય,સરપંચ, જિલ્લા બાળ સુરક્ષા યુનિટ,૧૮૧ હેલ્પ લાઇન,પોલીસ વિભાગ,જિલ્લા અદાલત માં થી એડવોકેટો વગેરે એ ઉપસ્થિત રહી ગામ નાં લોકોને અલગ અલગ વિષયો પર કાનૂની માર્ગદર્શન આપેલ હતું.