#PATAN : શંખેશ્વર તીર્થે સ્વ.સીમાબેન શેઠની 7 મી પુણ્યતિથિ નિમિત્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું.

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર તીર્થે સ્વ સીમાબેન ભરતભાઇ શેઠની 7 મી પુણ્ય તિથિ નિમિત્તે ગુરુવારે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સવારે 10.30 કલાકે સમુહ સામાયિક યોજાયેલ સાથે સાથે શંખેશ્વર તીર્થ સમીપે આવેલ લોટેશ્વર ગામે સ્વ.સીમાબેન ભરતભાઇ શેઠની 7 મી પુણ્યતિથિ નિમિત્તે શાળાના બાળકોને ભોજન અર્પણ કરવામાં આવેલ.


આ પ્રસંગે વિવિધ જૈન સંસ્થાઓ,ટ્રસ્ટો તથા અન્ય ગ્રામજનોએ સ્વ.સીમાબેન ભરતભાઇ શેઠની પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી અપૅણ કરી હતી આ સેવાકીય કાર્યમાં ભરતભાઇ શેઠ,કર્મ વિરંગના,જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ચેરમેન શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ સહિતના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી શાળાના બાળકોને ભોજન તથા ચકલી ઘરનું વિતરણ કરેલ સ્વ.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.