#PATAN : જિલ્લા નાં સાંતલપુર નેશનલ હાઈવે માગૅ પર જુદા જુદા બે માગૅ અકસ્માતની ઘટનામાં બે ના મોત એક ધાયલ..

કલ્યાણપુર પાટિયા નજીક ટ્રેલર ચાલકે રાહદારીને અડફેટમાં લેતાં મોત તો સિધાડા નજીક બે ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ..

નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા..

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સરજી અનેક નિર્દોષ જીંદગી અને મોતના મુખમાં ધકેલી દેતા હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે વધુ બે માર્ગ અકસ્માત ના કિસ્સા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુર પાટિયા નજીક પૂરઝડપે પસાર થઈ રહેલા ટ્રેલર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીને અડફેટમાં લેતા તેઓનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હોવાની ઘટના અને સિધાડા નજીક બે ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત એક ધાયલ બન્યાની ધટના ધટવા પામી છે.


આ માર્ગ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુર પાટીયા પાસે ગુરુવારની વહેલી સવારે માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રેલર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.જયારે સિધાડા નજીક બે ટ્રેલર વચ્ચે સજૉયેલ અકસ્માત માં એક નું મોત અને એક ધાયલ થયો હતો.


નેશનલ હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતના બનાવને લઈને ટ્રાફિક જામ થતાં પોલીસને ટ્રાફિક હળવો કરવા કમર કસવી પડી હતી. કલ્યાણપુરા માર્ગ પર સજૉયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ રાહદારી કલ્યાણપુર ગામ નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ બન્ને માર્ગ અકસ્માતના બનાવની આગળની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.