#PATAN : જબરેશ્વરી માતાજીનો જીર્ણોદ્ધાર સાથે ત્રિ-દિવસીય પુનઃ પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ

મુખ્ય યજમાન તરીકેનો લાભ સેવાભાવી પરેશભાઈ ભાનુભાઈ પટેલ પરીવારે લીધો..

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા કલારવાડાના નાકા ઉપર જબરેશ્વરી બહુચર માતાના મંદિરનો આ વિસ્તારના યુવા ભાઈઓ-બહેનો સહિત જબરેશ્વરી યુવક મંડળ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના મુખારવિંદ સહિત ગણેશજી તેમજ નારસુંગાવીરદાદાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવાનો ત્રિ-દિવસીય મહોત્સવ ગુરુવારથી પ્રારંભ થયો હતો. આ ધાર્મિક પ્રસંગે મુખ્ય યજમાન તરીકેનો લાભ પરેશભાઈ ભાનુભાઈ પટેલ પરીવારે લીધો હતો .


પુનઃપ્રાણ પ્રતિષ્ઠા ના આચાર્ય પદે ડો. અમિતભાઈ ઓઝા સહિત નાં ભૂદેવો દ્વારા પ્રતિષ્ઠા વિધિ વિધાન કરાવાશે. મંદિરના ટ્રસ્ટી અને કાલિકા માતાજીની પૂજામાં સેવારત વ્યાસ પરિવારના અશોકભાઈ વ્યાસે જણાવ્યા મુજબ આ માતાજી અમારા પરિવારના કુળદેવી છે.

લગભગ 300 વર્ષથી પેઢી દર પેઢી એક માત્ર ટ્રસ્ટી અમે છીએ. યુવક મંડળના સભ્યોના અથાગ પરિશ્રમથી જૂનાપુરાણા મંદિરે નવા કલેવર ધારણ કર્યા છે. અન્ય દાતાઓએ જરૂરિયાત મુજબ ઉદાર હાથ લંબાવ્યો છે.

મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે માતાજીના ચોકમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું..