#PATAN_CITY : ડો.બાબા સાહેબ આંબેડકરની ની ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે પયૉવરણ નું જતન કાયૅક્રમ યોજાયો..

બંધારણ ના અધીકારો સૌ ભોગવે છે પણ તેની ફરજ પ્રત્યે લોકોની ઉદાસિનતા જોવા મળી રહી છે..

ગુરૂકૃપા ગેસ સર્વિસ અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ વોર્મિંગ અટકાવવાનો સુતત્ય પ્રયાસ સરાહનીય બન્યો.

ભારતીય બંધારણના ઘડવૈયા અને વિશ્વ રત્ન ડો.બી.આર. આબેડકરજીની તા.૧૪ મી એપ્રિલ નાં રોજ ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે પાટણની ગુરૂકૃપા ગેસ સર્વિસ અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે મૂળભૂત ફરજ રૂપે પયૉવરણ નું જતન કાયૅક્રમ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, બગવાડા દરવાજા ખાતે સવારે ૭-૦૦ થી ૯-૦૦ કલાકના સમય દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો હતો.


પાટણની ગુરૂકૃપા ગેસ સર્વિસ અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત પયૉવરણ જતન કાયૅક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગ અટકાવવો અને સમગ્ર સૃષ્ટિજીવ ને બચાવવાનો હોય જેને ઉપસ્થિત સૌએ સરાહનિય લેખાવી આયોજકોને શુભેચ્છાઓ પાઠવી ડો.બી.આર.આબેડકરજી દ્વારા ધડવામા આવેલા ભારતીય બંધારણ નાં ભાગ-૩ માં આપેલા મૂળભૂત અધિકારો ભોગવવાની સાથે સાથે બંધારણ ભાગ-૪ માં આપેલી તેની મૂળભૂત ફરજો નિભાવવી તે પણ આપણી જવાબદારી સમજી પયૉવરણ નાં જતન માટે ના આ કાર્યક્રમ ને આયોજિત કરવા બદલ પાટણની વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો, કાયૅકરો,શુભેચ્છકોએ સરાહનીય લેખાવી પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

પાટણ ગુરૂકૃપા ગેસ સર્વિસ નાં પ્રોપરાઈટર મનિષભાઇ સોલંકી અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ મનોજભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા આયોજિત પયૉવરણ જતન કાયૅક્રમ દરમિયાન વિવિધ પ્રકારના ૧૦૦૦ થી વધું રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

બાબા સાહેબ આંબેડકર નાં બંધારણ માં આપેલા હક ની સાથે સાથે તેમાં આપેલ ફરજને પણ નિભાવીએ : એસ.પી..

ગુરુકૃપા ગેસ સર્વિસ અને ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે આયોજિત કરાયેલા પયૉવરણ બચાવો કાયૅ ક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કાયૅક્રમની સરાહના કરી પોતાના શુભેચ્છા સંદેશ માં લખ્યું હતું કે ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ગ્રીન ગુજરાત ની દીશામાં એક ડગલું વધારવા સંસ્થા દ્વારા ૧૦૦૦ છોડનું વિતરણ કરવામાં આવ્યું છે આ પ્રકારની પ્રવૃત્તિ ખુબજ સરાહનીય છે.

બાબાસાહેબ આંબેડકરે આપણને બંધારણમાં જે મૂળભૂત હકો આપ્યા છે તેની સામે મૂળભૂત ફરજો આપી છે જે ફરજ પૈકી ની એક ફરજ પયૉવરણ નું જતન કરવું જેને આજે આ સંસ્થાએ ચરિતાર્થ કરી બતાવ્યું છે તેમ જણાવ્યું હતું..