#PATAN : નાયકાદેવી આપણી પ્રેરણા વિષય પર પાટણ એપીએમસી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો..

નાયકાદેવી એ કથા નહી પરંતુ ભવ્ય ઇતિહાસ છે તે લોકો સુધી પહોંચવો જોઇએ : ખુશી શાહ

ભારતના મુળ ઇતિહાસને દબાવી દેવામાં આવ્યો છે તે ઉજાગર થવો જ જોઈએ : કિર્તીસિંહ વાઘેલા

ઇતિહાસના ઢંકાયેલા પાત્રોનું ઉત્ખનન શરુ થયુ છે : ડૉ. ગીરીશ ઠાકર

અણહીલપુર પાટણ એ વિશ્વના ૧૦ મહત્વના શહેરોમાં સ્થાન પામતુ હતુ : ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા

ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત અને અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ પાટણ દ્વારા ગુરુવારના રોજ પાટણના એપીએમસી હોલ ખાતે શક્તિસ્વરુપા નાયકાદેવી આપણી પ્રેરણા વિષય પર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
આજરોજ શહેરમાં યોજાયેલ શક્તિસ્વરૃપ નાયીકા દેવી આપણી પ્રેરણા કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓ દ્વારા કેસરીયા સાફામાં સજજ થઇ તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કાર્યક્રમની શરુઆત થઇ હતી આ પ્રસંગે રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી કીર્તીસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે પાટણમાં અનેક મહાન રાજવીઓ થઇ ગયા છે તેમનો ભવ્ય ભુતકાળ છે. જેમાં નાયકાદેવી જેવા મહાનપાત્રોની આ ધરોહર છે.

પરંતુ ભારતમાં જે વિદેશી સલ્તનતોએ રાજ કર્યું તેના કારણે આપણે આપણો ઇતિહાસ ભુલતા થયા છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા જેવા મહાપુરુષો ના કારણે આપણે આપણા સાચા ઇતિહાસને આજે ઓળખી શકયા છીએ. ભારતના મુળ ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો હતો તે ઉજાગર થવો જોઇએ. ઉપસ્થિત અ.ગુ. રા.યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી અને ઇતિહાસવિદ ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ વિર વિરાંગના નાયીકાદેવીએ પાટણ પર ચઢાઇ કરવા આવેલા મહંમદઘોરીને જે રીતે યુદ્ધમાં ધુળ ચટાડી દીધીહતી તે સમગ્ર ઐતિહીંસક ઘટના વર્ણવી હતી તેમજ આજનુ પાટણએ ભૂતકાળમાં અણહીલપુર પાટણ તરીકે ગુજરાતની રાજધાની હતી અને વિશ્વના સૌથી ધનીક શહેરોમાં સ્થાન પામતુ હતું અને વિશ્વના બીગેસ્ટ શહેરમાં તેની નામની ખ્યાતિ હતી. તેમ અમેરીકાના એક લેખક ચાનબરે ઇ.સ. ૧૦૦૦ની સાલમાં તેના પુસ્તકમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે વધુમાં જણાવ્યુ હતુ કે રાણીનું સાચુ નામ નાયીકાદેવી નહી પરંતુ નાયકી દેવી હતું.


આ પ્રસંગે ઉપસ્થિત નાયીકાદેવી ફિલ્મમાં રાણીનો અભિનય કરનાર અભિનેત્રી ખુશી શાહ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને જણાવ્યુ હતુ કે આ ફિલ્મમાં મને રાણીનુ પાત્ર ભજવવા મળ્યું તેના માટે હું ભાગ્યશાળી છું. ઇતિહાસમાં જે પાત્રો કયાંક છુપાયેલા છે તેને ઢંઢોળવાની જરુર છે તોજ નાયકાદેવી જેવા મહાન પાત્રો લોકો સમક્ષ આવશે અને આવનાર પેઢીઓ વર્ષો સુધી આવા ઇતિહાસોને જાણી શકશે. આ એક કથા નથી પરંતુ ઇતિહાસ છે માટે લોકો સુધી પહોંચે તે ખુબ જ જરુરી છે.

નાયીકાદેવીનુ મહાનપાત્ર ભજવવા માટે તેમના ઇતિહાસને વાંચ્યો છે. તલવારબાજીની તાલીમ મેળવીછે આવી મહાન વિરાંગનાઓ પર વધુમાં વધુ ફિલ્મો બને તે જરુરી છે તેમજ આવા પાત્રોને અભ્યાસમાં પણ સામેલ કરવા જોઇએ. અખિલ ભારતીય ઇતિહાસસંકલન યોજના નવી દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ગીરીશભાઇ ઠાકરે જણાવ્યુ હતુ કે એક મહાન વિધવા રાણી નાયીકાદેવીએ મહંમદ ઘોરી જેવા રાજાને ગુજરાતમાંથી ઉભી પૂંછડીએ ભાગવા મજબુર કર્યો હતો. આપણા ભવ્ય ઇતિહાસના પુસ્તકોના પૃષ્ઠોજોવા માત્રથી આપણા રુવાડા ઉભા થઇ જાય છે.

જો આવા ભવ્ય ભુતકાળને આપણે વર્તમાન સમયમાં લોકો સમક્ષ નહીં મુકીએ તો તેઓ આપણા વાસ્તવીક ઇતિહાસને ભુલી જશે. નાયીકાદેવી જેવી ફિલ્મોથી જમીનમાં ધરબાયેલા ભવ્ય ભુતકાળને બહાર લાવવા માટે ઉત્પન્ન શરુ થયુ છે અને ઇતિહાસ એટલે માત્ર ચોપડીઓમાં હોય તે નહીં પણ વાસ્તવીક ઇતિહાસ જેના માટે હજારો લોકોએ પોતાના બલીદાન આપ્યા છે.
આજરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ભા.ઇ. સંઘ સમિતિ ગુજરાતના મહામંત્રી હસમુખભાઇ જોષી અ.ગુ.રા. મહિલા સંઘના પ્રમુખ રાજુબા વાઘેલા વગેરે મહાનુભાવો, રાજપુત સમાજની
વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપના પદાધિકારીઓ કાર્યકરો મહીલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.