#PATAN : ગુજરાત માલધારી સમાજ ધ્વારા પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર પ્રખર ગાંધીવાદી માલજીભાઈ ની રજતતુલા કરાઈ..

બચપન માં કરેલ ગૌમાતા ની સેવા નાં ફળ સ્વરૂપે માલજીભાઈ દેસાઈ ને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે : રધુવીર ચૌધરી..

સમાજના સંતો મહંતો અને આગેવાનો સહિત વિવિધ એનજીઓ દ્વારા માલધારી સમાજના ને વિરલ વ્યક્તિત્વ ને સન્માનિત કયૉ..

માલધારી સમાજની સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ ગણી શકાય તેવા પ્રખર ગાંધીવાદી અને ઝિલિઆ ગાંધી આશ્રમ નાં સ્થાપક માલજીભાઈ દેસાઈ ની સેવાકિય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પદ્મ શ્રી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા સમગ્ર ગુજરાત નાં માલધારી સમાજે ગૌરવ ની લાગણી અનુભવી છે ત્યારે માલધારી સમાજ ને ગૌરવ અપાવનાર પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ નું શુક્રવારના રોજ સમગ્ર ગુજરાત માલધારી સમાજ સન્માન સમિતિ પાટણ દ્વારા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રજતતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતૂ


પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ ના રજતતુલા કાયૅક્રમ માં સમાજના સંત શિરોમણી પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર વડવાળાધામ દુધરેજના કનીરામબાપુ ,
વાળીનાથ ધામના મંહતશ્રી જયરામગીરી બાપુ, જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત ડો. રઘુવીરભાઈ ચૌધરી,સતપંથ ધામ પીરાણા નાં મહંત પ્રભાતકાકા, વાળીનાથ ધામ થરાના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ, નકળંગધામ વાગડોદ ના મહંત શ્રી શંકરનાથજી બાપુ, રામ અખાડા ચવેલી ધામના મહંત શ્રી બળદેવદાસ બાપુ અને બાલીસણાના મહંત સંતરામ કાકા સહિત સમાજના દાતાઓ, મહાનુભાવો ની ખાસ ઉપસ્થિત માં ૮૫ કિલો રજત થી માલજીકાકાની રજતતુલા કરી તેમનાં સેવા કાર્યો અવિરત પણે ચાલતા રહે તે માટે તેમના દિધૉયુષ્ય ની કામનાં વ્યક્ત કરવામાં આવી હતી.


આ રજતતુલા પ્રસંગે ઉપસ્થિત રહેલા જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર અને જ્ઞાન પીઢ એવોર્ડ સન્માનિત ડો.રઘુવીર ચૌધરીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે માલજીભાઈ દેસાઈ દ્વારા પોતાના બાળપણમાં કરવામાં આવેલ ગૌમાતા ની સેવા નાં ફળ સ્વરૂપે તેઓને આ પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે તેઓએ માલધારી સમાજને પોતાના પશુપાલન નાં વ્યવસાય ને નિષ્ઠા પૂર્વક નિભાવવા અપીલ કરી હતી.
સમાજના આગેવાનો દ્વારા સમાજનાં વર્ષો જુના રિત રિવાજો માંથી બહાર આવી સમાજમાં શિક્ષણ ની ચેતના જગાવવા આહવાન કર્યું હતું.


રજતતુલા સન્માન નો પ્રત્યુતર પાઠવતાં પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે સમગ્ર સમાજ દ્વારા કરાયેલ મારી રજતતુલા સહિતની એકત્ર ધનરાશી શિક્ષણ પાછળ ખચૅ કરવામાં આવશે સાથે સાથે તેઓએ સમાજમાં પ્રસંગોચિત કરાતી સોનાની વસ્તુઓ લેવા મુકવાનાં રિવાજ માંથી બહાર આવી સમાજમાં શિક્ષણ ને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો.
પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ નાં રજતતુલા કાયૅક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો,કાયૅકરો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે કાયૅક્રમ નું સુંદર સંચાલન રાજુભાઈ દેસાઈ (માસ્તર) અને આભાર વિધિ મગનભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.