#PATAN : ચૈત્રી પૂનમના મેળાને લઈ પાટણ-બેચરાજી ના માર્ગો શ્રદ્ધાળુઓથી ઉભરાયા..

બોલ મારી બહુચર જય જય બહુચર નાં નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા..

બહુચર મિત્ર મંડળ સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રા નાં માર્ગો પર વિવિધ સેવા કેમ્પો કાયૅરત કરાયા..

ભારતીય સંસ્કૃતિમાં આધશકિત ની આરાધના નાં પાવન પ્રસંગ એટલે નવલી નવરાત્રી તેમજ ચૈત્ર માસ ગણાઈ છે. ત્યારે ચૈત્ર માસની અંદર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ શ્રી બહુચર માતાજી યાત્રાધામ માં આયોજિત ત્રણ દિવસના લોક મેળા નું આગવું મહત્ત્વ રહેલું છે.


આ મેળામાં શ્રદ્ધાળુઓ ઠેર-ઠેરથી પગપાળા સંધો તેમજ વાહનો દ્વારા માતાજીના સ્થાનકે આવીને પોતાની મનોકામના પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.
ચૈત્રી પૂનમના પવિત્ર પર્વને લઇ બહુચરાજી ખાતે મા બહુચરના સ્થાનકે જવા શુક્રવારે વહેલી સવારથી જ સમગ્ર પાટણ જિલ્લાના રસ્તાઓ પર પગપાળા શ્રદ્ધાળુઓની હારમાળા જોવા મળી હતી.


બોલ મારી બહુચર જય જય બહુચરના ગગનભેદી નારા સાથે માતાજીની માંડવી અને રથ સાથે ભક્તિ સંગીતના તાલે પદયાત્રા સંઘો પ્રસ્થાન પામતાં વાતાવરણ ભકિતમય બન્યું હતું.
બોલ મારી બહુચર જય જય બહુચર ના જય જય કાર સાથે પદયાત્રીઓ માં બહુચર ને શીશ નમાવવા જઈ રહ્યા છે

ત્યારે પદયાત્રિકોની સેવા માટે પાટણ નજીક નાં રાજપુર ચાણસ્મા માગૅ પર આવેલ બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે શ્રી બહુચર મિત્ર મંડળ દ્વારા વષૅ ૨૦૦૮ થી કાયૅરત કરવામાં આવતાં સેવા કેમ્પ કોરોના ની મહામારી નાં સમયમાં બે વષૅ બંધ રાખ્યા બાદ ચાલું વર્ષે પુનઃ ઉપરોક્ત જગ્યાએ ગરમા ગરમ ગાંઠીયા પાપડી અને ચા ના સેવા કેમ્પ ની સાથે સાથે પદયાત્રીઓ નાં મનોરંજન માટે ભક્તિ સંગીતના સુરો રેલાવી આરામ માટે ની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે

તો અન્ય સેવાભાવી સંસ્થાઓ નાં કાર્યકરો દ્વારા પદયાત્રાના માર્ગમાં પદયાત્રીઓને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ના થાય તે માટે ઠેર ઠેર સેવા કેમ્પો કાર્યરત બનાવી ધન્યભાગ બની રહ્યા છે.