#PATAN_CITY : હનુમાન જયંતિએ રોટલીયા હનુમાન દાદાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ચઢાવી શકાશે..

ધર્મનગરી પાટણ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ થયું છે. જેના દ્વારા મુંગા જીવોની આંતરડી ઠારવાનો એક અનોખો ભગીરથ પ્રયાસ કરાયો છે. પાટણ શહેરની સેવાભાવી સંસ્થા શ્રી સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરનાં હાંસાપુર લીંક રોડ પર અશોક વાટિકા ખાતે શ્રી રોટલીયા હનુમાનજી દાદાનાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય કરાયું છે. જેમાં રામનવમીથી લઈ હનુમાન જયંતી સુધી રોટલીયા હનુમાન દાદાના મંદિરનો 5 દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલામાં યોજાયો હતો. જેના દર્શન પૂજન અને હવનમાં બેસવાનો લાહવો ભાવિક ભક્તોએ સહિત વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો.


5 દિવસ આયોજિત શ્રી રોટલીયા હનુમાનજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
રોટલીયા હનુમાનજી મંદિર નિર્માણનો મુખ્ય ઉદ્દેશ મુંગા જીવોની આંતરડી ઠારવાનો છે અને એ માટે જ આ મંદિરે ભક્તજનો દર્શને આવે ત્યારે દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ચઢાવી શકાશે.

પ્રસાદ રૂપે એક્ઠા થયેલા રોટલા-રોટલી સાંજે જિલ્લાની વિવિધ સીમ વિસ્તાર કુતરા, વાંદરા સહિત મુંગા પશુ-પક્ષીઓને ભોજનરૂપે અર્પણ કરવામાં આવશે. આવા અનોખા ઉદ્દેશ સાથે નિર્માણ પામતું વિશ્વ નું એકમાત્ર શ્રી રોટલિયા હનુમાનજી મંદિર નાં પ્રારંભ પ્રસંગે પાટણના નામી અનામી સૌ ધમૅપ્રેમીઓએ ઉપસ્થિત રહી મહોત્સવ ને દિપાવી ધન્યતા અનુભવી હતી.