#PATAN_CITY : પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા ૧૨ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી નું ખાતમુહૂર્ત કરાયું..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રીએ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા શહેરીજનો ની સુખાકારી ની કામગીરીને સરાહનીય લેખાવી..

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બાકી વિસ્તારમાં રોડ-રસ્તા નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હનુમાનજી જયંતી નાં પવિત્ર દિવસે શહેરના વોર્ડ નંબર ૭ ના પંચોલીપાડા વિસ્તારમાં પાટણ નગરપાલીકા દ્વારા રૂ.૧૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવનાર પેવર બ્લોકના કામનું ખાતમુહર્ત ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું.


ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટેના કાર્યોને વેગવંતા બનાવવામાં આવ્યા છે ત્યારે શહેરના રોડ રસ્તા નાં કામો થી બાકી રહી ગયેલા વિસ્તારોમાં જુદી જુદી ગ્રાન્ટમાંથી રોડ રસ્તા ના અને બ્લોક પેવિંગ ના કામો હાથ ધરવામાં આવ્યા છે

ત્યારે હનુમાન જયંતીના પવિત્ર દિવસે પાટણ શહેરના વોર્ડ નંબર સાત મા આવતા પંચોલી પાડા વિસ્તારમાં બ્લોક પેવિંગ ની કામગીરીનો પ્રારંભ ખાતમુહૂર્ત દ્વારા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે સી પટેલ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સરકારમાંથી વિવિધ ગ્રાન્ટો લાવી શહેરના લોકોની સુખાકારી ના હાથ ધરાયેલા કામોની સરાહના કરી હતી ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલની સાથે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત પાલિકાના કોર્પોરેટરો, વિસ્તારના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.