#PATAN_CITY : હનુમાન જયંતિના પવિત્ર દિવસે પાટણ નાં હનુમાન મંદિરોમાં હનુમાન ભક્તોની દશૅન માટે ભીડ જામી…

હનુમાન મંદિરોમાં સુંદરકાંડ અને મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

પાટણ શહેરના વિવિધ હનુમાનદાદા ના મંદિર પરિસર ખાતે શનિવારે હનુમાન જયંતિના પવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી. તો કેટલાક મંદિરોમાં સુંદરકાંડ અને મારુતિ યજ્ઞ સહિત નાં ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.


હનુમાન જયંતી નાં પાવન પર્વ પ્રસંગે શહેરના પંચમુખી હનુમાનજી , ગુણવત્તા હનુમાન ,છબીલા હનુમાન , કલ્યાણ મારુતિ હનુમાનજી , ભીડભંજન હનુમાન ,રંગીલા હનુમાન,બાલા હનુમાન, જલારામ મંદિર હનુમાન,સિદ્ધનાથ મંદિર સ્થિત હનુમાન સહિત અનેક હનુમાન મંદિર ખાતે દાદાને સુંદર મજાની ફૂલો ની આગી કરાઈ હતી તો વહેલી સવારે દાદાની આરતી અને પૂજન માટે હનુમાન ભકતો ની ભીડ જામી હતી.

પાટણમાં ભક્તિ સભર માહોલમાં શ્રી હનુમાન જયંતિની ઉજવણી કરી હનુમાન ભક્તોએ ધન્યતા અનુભવી હતી..