#PATAN : ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામનાર સતત ૨૭ કલાકના શ્રી હનુમાન ચાલીસા પાઠ નો પ્રારંભ કરાયો…

નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી અને બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમને સંતોએ આશીર્વાદ પાઠવ્યા..

૨૭ કલાક સુધી ચાલનારા શ્રી હનુમાન ચાલીસા પાઠ દરમિયાન ૧૮૨ વખત હનુમાન ચાલીસા નું પઢન કરાશે..

શનેશ્વર માં વસેલ પવિત્ર અને પ્રસિદ્ધ એવી ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં સૌ પ્રથમવાર નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે સતત ૨૭ કલાક કરાઓકે ના માધ્યમથી શ્રી હનુમાન ચાલીસા પાઠનો ભક્તિસભર માહોલમાં અને સંતો મહંતો ના આશીર્વાદ સાથે હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરના જુના રેડક્રોસ ભવન ની સામે ભૌમિક કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.


પાટણ શહેરમાં સૌપ્રથમવાર આયોજિત કરાયેલ સતત ૨૭ કલાક ચાલનારા શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા અવધ આશ્રમ ચાણસ્માના સંત શિરોમણી તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતા બેન પટેલ, જલારામ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નારણભાઈ ઠક્કર, જૈન જાગૃતિ સેન્ટર પાટણના સેવાભાવી અને ઉત્સાહી પ્રમુખ મેહુલ દેવદત જૈન, અનિલભાઈ ગાંધી,યતીનભાઈ ગાંધી સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી શ્રી હનુમાન ચાલીસા પાઠની શુભકામનાઓ વ્યક્ત કરી નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી તેમજ બજરંગ દળના આયોજનની સરાહના કરી આશિર્વચન પાઠવ્યા હતા.


ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામનાર અને સમગ્ર ભારતભરમાં સૌપ્રથમવાર પવિત્ર નગરી પાટણ શહેરના આંગણે આયોજિત કરાયેલ અને સતત ૨૭ કલાક
ચાલનાર શ્રી હનુમાન ચાલીસા પાઠ નું પઠન નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી કરો ઓકે ના કલાકારોએ રજુ કરી ઉપસ્થિત હનુમાન ભક્તો ને મંત્ર મુગ્ધ બનાવ્યા હતા.
૨૭ કલાક ચાલનારા હનુમાન ચાલીસા પાઠ કુલ ૧૮૨ વખત રજુ કરવામાં આવનાર હોવાની સાથે સમગ્ર ભારત ભરમાં સૌ પ્રથમ વાર આ પ્રસંગ હોવાનું અને તેની નોંધ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ ટીમ દ્વારા લેવામાં આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.


શનેશ્વર માં વસેલ પાટણનગરમાં સૌપ્રથમવાર આયોજિત કરાયેલા સતત ૨૭ કલાકના હનુમાન ચાલીસા પાઠ ના કાર્યક્રમનું સુંદર સંચાલન નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી ના ટ્રસ્ટી ડો. આસુતોષ પાઠક, યશપાલ સ્વામી, સંજયભાઈ ખમાર, સહિત બજરંગ દળના સુનિલભાઈ પુરોહિત સહિતના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.