#RADHANPUR : વડપાસર તળાવ માંથી ઠક્કર યુવાનની લાશ મળી..

પોલીસ દ્વારા લાશનું પંચનામુ કરી પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં ખસેડી આગળની તજવીજ હાથ ધરી..

પાટણ જિલ્લા નાં તાલુકા મથક રાધનપુર શહેરમાં આવેલા વડપાસર તળાવ માં જીવનથી નાશી પાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા હોવાનાં કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે હનુમાન જયંતીના પવિત્ર દિવસે ઉપરોકત તળાવ માથી ઠક્કર યુવાનની લાશ તરતી જોવા મળતા ધટના સ્થળે લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા તો બનાવની જાણ પોલીસ તંત્રને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર નગરપાલિકા ની સામે આવેલ વડપાસર તળાવ માં હનુમાન જયંતી ની સવારે કોઈ ઇસમની લાશ તરતી જોવા મળતા લોકો ના ટોળેટોળાં ધટના સ્થળે ઉમટી પડ્યા હતા.સથાનિક તરવૈયાઓને બનાવની જાણ થતાં તેઓએ ભારે જહેમત બાદ લાશ ને તળાવ માથી બહાર કાઢી હતી અને લાશની ઓળખ વિધી કરતાં ઉપરોક્ત લાશ રાધનપુર ની અંબિકા મેડિકલ વાળા ધર્મેશભાઈ ઠકકર હોવાનું સામે આવતા પરિવારજનો પણ ધટના સ્થળે દોડી આવતા વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું

તો બનાવના પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામુ કરી તેને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડી આગળની તજવીજ પીઆઇ દેસાઈ એ હાથ ધરી હતી.
જોકે ઠક્કર યુવાને કયા કારણોસર આત્મ હત્યા કરી છે તેનું રહસ્ય જાણી શકાયું નથી.