#PATAN : ધારપુર મેડિકલ કોલેજ અને હિમોફીલીયા સોસાયટી મહેસાણા દ્વારા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું..

હિમોફીલીયા ગ્રસ્ત બાળકો એ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો..

શનિવારના રોજ હિમોફીલીયા સોસાયટી મહેસાણા અને ધારપુર મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે હિલોફિલિક ના બાળકોની ચિત્ર સ્પર્ધાનું આયોજન થકી વિશ્વ હિમોફીલીયા દિનની ઉજવણી કરવામાં આવી હતી.


આ ચિત્ર સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહિત કરવા ધારપુર હોસ્પિટલ નાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનીષ રામાવત, ડો હિતેશ, RMO, મેડિકલ કોલેજ, ધવલ મોદી, ઉપ પ્રમુખ હિમોફીલીયા સોસાયટી મેહસાણા, સાગર મોદી, યુથ્ ગ્રુપ પ્રમુખ, હીમોફીલિયા સોસાયટી મહેસાણા તેમજ પેરા મેડિકલ સ્ટાફ ધારપુર મેડિકલ કોલેજે ઉપસ્થિતિ રહ્યા હતા.


આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાગર મોદી, યુથ્ ગ્રુપ પ્રમુખ, હીમોફીલિયા સોસાયટી મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા નાં વિજેતા બાળકોને ઇનામ સાથે પ્રમાણપત્ર અને સ્પધૉમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.