#PATAN : મોટી ભાટીયાવાડ યુવક મંડળ દ્વારા બહુચરાજી જતાં પગપાળા યાત્રાસંધ માટે સેવા કેમ્પ ઉભો કરાયો…

સેવા કેમ્પ નો મોટી સંખ્યામાં પગપાળા યાત્રા સંધમા જોડાયેલા પદયાત્રીઓએ લાભ લીધો..

સેવા કેમ્પ ની પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ અને પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતનાઓએ મુલાકાત લીધી..

પાટણ મોટી ભાટીયાવાડ યુવક મંડળ નો બહુચરાજી પગપાળા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ દર વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ વડાવલી મુકામે આયોજિત કરવામાં આવ્યો હતો.
પદયાત્રીઓ માટે મોટી ભાટીયાવાડ યુવક મંડળ નાં સેવાભાવી યુવાનો દ્વારા આયોજિત આ સેવા કેમ્પની અંદર ગરમા ગરમ લાઈવ પાપડી મરચાં, ડુંગળી, ચા – કોફી, મિનરલ ઠંડા પાણી અને યાત્રિકો માટે અદ્યતન વિસામા ની સગવડ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં બહુચરાજી જતાં પગપાળા યાત્રાસંધ નાં યાત્રાળુઓએ લાભ લીધો હતો.


આ કેમ્પને સફળ બનાવવા માટે મોટી ભાટીયાવાડ ના સર્વે સમાજના ભાઈઓ બહેનો, યુવાન મિત્રોએ મહેનત કરી હતી. આ સેવા કેમ્પનું સંપૂર્ણ યોગદાન ભાટીયા ગૌતમ કુમાર નીકીનકુમાર કાંતિલાલ સુરત વાળા તરફથી પ્રાપ્ત થયું હતું.


મોટી ભાટીયાવાડ યુવક મંડળના સેવા કેમ્પની પાટણના જાગૃત ધારાસભ્ય ડો. કિરીટ સી. પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ, પૂર્વ કોર્પોરેટર દિપકભાઈ પટેલ, અંબાલાલ પટેલ, ભરત પટેલ તેમજ પાટણના સેવાભાવી સંસ્થાના આગેવાનોએ મુલાકાત લઈને યુવાનોની સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી.