#PATAN : પૌરાણિક શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પરિસર ખાતે હનુમાન જયંતી પર્વની ઉજવણી કરાઈ..

દાદા સન્મુખ અન્નકૂટ મહોત્સવ તેમજ યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા..

મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..

ધર્મનગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે.ત્યારે પાટણ શહેરના જુના રેડક્રોસ ભવન ની બાજુમાં આવેલા પ્રસિદ્ધ એવા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પરિસર ખાતે હનુમાન જયંતીના પવિત્ર દિવસે ધાર્મિક ઉત્સવોની સાથે સાથે યજ્ઞનું આયોજન અને હનુમાનજી મહારાજના ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


સો વર્ષ પુરાણા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પરિસર ખાતે હનુમાન જયંતીના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા યજ્ઞના યજમાનપદે રાજુભાઈ અખાણી પરિવારે લાવો લીધો હતો. યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ વિદ્વાન બ્રાહ્મણ ડો.અમિત ભાઈ દ્વારા કરવામાં આવી હતી.


શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પરિસર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે આયોજિત કરાયેલા આ ધાર્મિક ઉત્સવો સાથે અન્નકૂટ મહોત્સવ અને યજ્ઞના દર્શન પ્રસાદનો મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ ઉપસ્થિત રહી લાભ લઈ ધન્યતા અનુભવી હતી.