#PATAN_CITY : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરમાં ચુસ્ત પેટ્રોલિંગ નાં આદેશ કરાયા….

પાટણ એ ડિવિઝન અને પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસ-રાત પેટ્રોલીંગ હાથ ધરાયું..

ગુજરાત સ્થાપના દિન ઉજવણીને લઈ પાટણ જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરમાં પણ સુલેહ શાંતિ અને સલામતી ને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ એ ડીવીઝન પોલીસ અને પાટણ બી ડિવિઝન પોલીસ ને સુચના આપી સમગ્ર શહેરમાં ચુસ્ત પણે ફરજ બજાવી શહેરી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ નાં આદેશ કરવામાં આવ્યા છે.
પાટણ જિલ્લા પોલીસવડા ની સુચનાને ધ્યાનમાં રાખીને પાટણ એ ડીવીઝન પોલીસ અને પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસ રાત પેટ્રોલિંગ ની કામગીરી હાથ ધરવામાં આવતાં શહેરીજનો મા કુતુહલ સર્જાયું છે તો આ બાબતે પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાં પી આઈ પરમારની સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ આગામી ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ને ધ્યાનમાં રાખીને શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા સધન પેટ્રોલીગ શરૂ કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.