#RADHANPUR : રાપરિયા હનુમાનજી દાદાએ 11 કુંડી યજ્ઞ યોજાઓ..

હનુમાનજી મહોત્સવ અંતર્ગત આયોજિત બ્લડ ડોનેટ કેમ્પમા 101 બોટલ રક્ત એકત્રિત કરાયું…

પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર આવેલ સુપ્રસિદ્ધ શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે 11 કુંડી યજ્ઞ સાથે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગે ધ્વજા રોહણ,ગદા પૂજન ,પાદુકા પૂજન,મહા આરતી સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.


હનુમાનજી મહોત્સવ અંતર્ગત પાટણ ભૂમિ વોલેન્ટરી બ્લડ બેન્ક ના સહયોગ થકી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં 102 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી.હનુમાનજી દાદાને 156 ભોગનો અન્નકૂટ સાથે ધર્મસભા યોજાઈ હતી.


ધર્મ સભામાં મહંત શ્રી બાલકદાસ બાપુ,ગોપાલદાસ બાપુએ આશીર્વચન આપ્યા હતા. રાધનપુર રાપરિયા હનુમાનજી ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવો ને સફળ બનાવવા સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,મંત્રી પ્રવીણભાઈ સાધુ,ભીખાભાઇ સાધુ,યુવા પ્રમુખ પિન્ટુભાઈ સાધુ,મંત્રી રાજુભાઇ સાધુ, હરેશભાઈ સાધુ વગેરે સમાજના ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો.