#PATAN : હેરિટેજ ગૃપ પાટણ દ્વારા પક્ષીઓ માટે પાણી ના કુંડા,માળા,ચણ નુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું..

હેરિટેજ ગૃપ ની સેવાકીય પ્રવૃતિઓ ને ઉપસ્થિત મહાનુભાવોએ સરાહનીય લેખાવી..

પાટણ શહેર માં ઉનાળાની શરૂઆત થતાં જ અબોલ જીવોની સેવા કરતી સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રોજેક્ટો અંતગર્ત અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે હેરિટેજ ગ્રુપ ઓફ પાટણ દ્વારા રવીવાર નાં રોજ પશુ પક્ષી ઓ માટે વિનામૂલ્યે કુંડા, માળા, પાણી ની ટાંકી, ચાટ જાર સહિત નું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ સેવાકીય પ્રોજેક્ટ નાં પ્રારંભ પ્રસંગે પાટણ ખાણ ખનીજ વિભાગ નાં પરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી હેરિટેજ ગૃપ ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી હતી.
આ સેવાકાર્ય માં હેરિટેજ ગૃપના પાર્થભાઈ પટેલ,સન્ની પટેલ, પાર્થિક પટેલ સહિતના હેરિટેઝ ગ્રુપ ઓફ પાટણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.