#PATAN_HNGU : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં કાયૅકારી રજિસ્ટાર ડો.ડી.એમ.પટેલ નું હ્દય રોગ નાં હુમલામાં નિધન..

સ્વ.ના નિધન થી શિક્ષણ જગત અને યુનિવર્સિટી ને ન પુરી શકાય તેવી ખોટ પડી..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે છેલ્લા ઘણા સમયથી પ્રસંશનીય ફરજ બજાવનાર ડો. ધર્મેન્દ્રભાઈ પટેલ (ડો.ડી.એમ.પટેલ) નું રવિવારની વહેલી સવારે હૃદયરોગના હુમલામાં નિધન થતાં તેઓના પરિવારજનો સહિત સમગ્ર યુનિવર્સિટી સ્ટાફ પરિવાર અને અધિકારીગણ માં ઘેરા શોકની કાલિમા છવાઇ જવા પામી હતી.
સ્વર્ગસ્થ ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગની વિવિધ શાખાઓની સાથે સાથે કાયૅકારી રજીસ્ટાર તરીકે ફરજ બજાવી સમગ્ર યુનિવર્સિટી સ્ટાફ પરિવાર અને અધીકારીઓ માં આગવી લોકચાહના પ્રાપ્ત કરી હોય તેઓના આકસ્મિક અવસાન થી શિક્ષણ જગતમાં અને યુનિવર્સિટી માં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.ના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી 369 વેબ ન્યુઝ પરિવાર ની પ્રાથૅના સહ શ્રધ્ધાંજલિ..🙏