#HARIJ : ગોવના ગામે શ્રી ચામુંડા માતાજી ધામે ભક્તિ સભર માહોલમાં ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

હારીજ તાલુકાના ગોવના ગામની પાવનધરા પર ચામુંડા યુવક મંડળ તથા સમસ્ત સોલંકી ( રાજપૂત ) પરિવારના સંયુકત ઉપક્રમે શ્રી ચામુંડા ધામ ખાતે માતાજીના ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે .


ગોવના ગામે આવેલ શ્રી ચામુંડા માતાનું ધામ શ્રધ્ધાળુ ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે .ત્યારે મંદિરના નિર્માણ બાદ શ્રધ્ધાળુ સેવકગણો દ્વારા ચૈત્ર સુદ ચૌદસથી માતાજીના ફોટોના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .


મહોત્સવના પ્રથમ દિવસે દેહશુધ્ધિની વિધિવિધાન મુજબ પૂજાવિધી યોજાઇ હતી .તો બીજા દિવસે મૈયાના વિશાળ પ્રાંગણમાં યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જયાં યજમાન પરીવારોએ બીરાજમાન થઇ શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ યજ્ઞમાં આહુતિ હોમી પૂજાવિધી કરી હતી .

જ્યારે રાત્રે સંત વાણી ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું . આ મહોત્સવના અંતિમ દિવસે રવિવારે બપોરે મંગલ મુર્હુતમાં માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. અને સાંજે યજ્ઞ માં શ્રીફળ હોમવાની વિધિ યોજાઈ હતી . આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો સહિત આસપાસના ગ્રામજનોએ ઉપસ્થિત રહી હવન સહિત મૈયાના દર્શન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી..