રાધનપુર અને સાંતલપુરતી કેનાલોમાં પાણી છોડવા મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરતા રાધનપુરના ધારાસભ્ય..

આગામી સપ્તાહ સુધી પાણી છોડવામાં નહીં આવે તો આંદોલનની ધારાસભ્યે ચીમકી ઉચ્ચારી..

પાટણ તા.૧૭
સાંતલપુર અને રાધનપુર વિસ્તારની નર્મદા કેનાલમાં પાણી છોડવા રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી આગામી સપ્તાહ સુધી પાણી છોડવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિસ્તારની નર્મદા કેનાલમાં પાણી છોડવા લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે, સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. ખેડૂતોનો પાક પણ સિંચાઈના અભાવે નાશ પામે તેમ છે. ડેમમાં પાણી ઐતિહાસિક સપાટીએ છે.
સરકાર દ્વારા બનાસકાંઠામાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યુ છે. ત્યારે સરહદી ત્રણ તાલુકાઓમાં પાણી છોડવામાં ભેદભાવ રખાયો હોવાથી આ ત્રણ તાલુકાઓમાં યોગ્ય નિર્ણય કરી પાણી છોડવાની રજૂઆત કરાઈ હતી. આગામી સપ્તાહમાં પાણી છોડવામાં નહીં આવે તો તેઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.