#PATAN : શ્રી ગોગા મહારાજ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ……

રાણકીવાવ રોડ પર આવેલ દ્વારિકા ભાગ-૨ માં શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

પાટણ તા.૧૭
પાટણ રાણકી વાવ રોડ પર આવેલ દ્વારિકા ભાગ-૨ માં નવ નિમૉણ પામેલ શ્રી ગોગા મહારાજ ના મંદિર પરિસર ખાતે શ્રી ગોગા મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવીવાર નાં રોજ ઉજવવામાં આવ્યો હતો.
આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસર ખાતે આયોજિત નવ ચંડી હવન સહિતના ઉત્સવો વિદ્વાન બ્રહ્માણોના મંત્રોચ્ચાર વચ્ચે ઉજવવામાં આવ્યા હતા. દ્વારિકા ભાગ-૨ માં શ્રી ગોગા મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સોસાયટીના રહીશોએ ઉત્સાહ ભેર ભાગ લઇ દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.