#GUJCET : ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ……

પાટણ ના 10 પરીક્ષા કેન્દ્રોના 100 બ્લોક માં 1936 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની ગુજકેટની પરીક્ષા સોમવારે યોજાઈ હતી જેમાં સવારે 10 થી 4 દરમિયાન ત્રણ તબક્કામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવી જેમાં પ્રત્યેક વિષયમાં 40 માર્કસના 40 પ્રશ્નોની પરીક્ષા યોજાઈ હતી. પાટણ શહેર ના 10 પરીક્ષા કેન્દ્રોના 100 બ્લોક માં 1936 વિદ્યાર્થીઓએ પરિક્ષા માટે રજીસ્ટ્રેશન કરાયું છે. જે પૈકી એ ગ્રુપ માં 545 અને બી ગ્રુપ માં 1391 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષા માં સવારે 10 થી 12 દરમ્યાન ફિઝિક્સ, કેમેસ્ટ્રી વિષયની 120 માર્કસની પરીક્ષા યોજાઈ હતી બીજી તરફ બપોરે 1થી 2 બાયોલોજીની 40 માર્કસની બપોરે 3 થી 4 મેથ્સની 40 માર્કસની પરીક્ષા યોજાઈ હતી.

દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર ઓબ્ઝર્વેર ટિમ મુકવામાં આવી હતી. તો પરીક્ષા સેન્ટર ઉપર કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરેક પરીક્ષા કેન્દ્રો પર સી સી ટીવી ની નિગરાની હેઠળ શાતિપૂણૅ માહોલ મા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સવારે 10 થી 12 ભૌતિક શાસ્ત્ર અને ૨સાયણશાસ્ત્રમાં કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટ ફાળવવામાં આવ્યો હતો ગુજકેટની પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ ત્રણ માધ્યમોમાં લેવાયા હતા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી -ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે 2017 થી ગુજકેટ ફરજિયાત કરાઈ છે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-એ, ગ્રૂપ-બી, ગ્રૂપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષાનુ આયોજન હાથ ધરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.