#RADHANPUR : પીપળી હાઇવે ઉપર બસ અને રોલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨૧ લોકો ઘવાયા..

તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

એસ ટી બસ નો આગળનો ભાગ કચ્ચરઘાણ થયો..

રાધનપુર નેશનલ હાઈવે ઉપર અવાર નવાર કેટલાય નાના મોટા માગૅ અકસ્માતનાં બનાવો સજૉતા હોય છે ત્યારે સોમવાર ના રોજ રાધનપુર પીપળી માગૅ પર એસ ટી બસ અને રોલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૧ લોકો ઈજાગ્રસ્ત બનતા તમામ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માત ને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.


આ માગૅ અકસ્માતની મળતી હકીકત મુજબ ભુજ થી ખેરાલુ જતી એસટી બસ રાધનપુર પીપળી નેશનલ હાઈવે પર થી સોમવારના રોજ પસાર થઈ રહી હતી ત્યારે આ માગૅ પરથી પસાર થઈ રહેલ રોલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા બસ માં બેઠેલ મુસાફરો પૈકી ૨૨ મુસાફરો ને નાની મોટી ઇજાઓ થતા તમામ ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.જોકે નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો તો બનાવને પગલે પોલીસ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક નિયંત્રણ ની કામગીરી સાથે અકસ્માત નાં બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.