#PATAN_HNGU : યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ના આકસ્મિક નિધન ને લઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી…

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાયૅકારી રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા ડૉ. ધર્મેન્દ્રભાઈ મંગળભાઇ પટેલ નું રવિવારની વહેલી સવારે હદય રોગના હુમલામાં આકસ્મિક નિધન થતાં તેઓના પરિવારજનો સહિત સમગ્ર યુનિવર્સિટી સ્ટાફ પરિવાર માં ઘેરા શોકની કાલિમા છવાઇ જવા પામી હતી

ત્યારે સોમવારે સ્વર્ગસ્થના માદરે વતન ખાતે સ્વ.ના અંતિમ સંસ્કાર બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગ ભવન ખાતે કુલપતિ સહિતના અધ્યાપકો અને યુનિવર્સિટી સ્ટાફ પરિવાર, વિધાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.