#RADHANPUR : બનાસકાંઠા બાદ રાધનપુર સાતલપુર પંથકની નર્મદા કેનાલમાં પાણી છોડાયા..

સુકી ભઠ કેનાલોમાં નર્મદાના નીર આવી પહોંચતા ખેડૂતોમાં ખુશી વ્યાપી..

રાધનપુર સાંતલપુર પંથકની કેનાલોમાં પાણી છોડાતા પંથકમાં ઉનાળાની સિઝનમાં પાણીની અછત દૂર થશે..

પંથકના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

રાધનપુર નાં ધારાસભ્ય દ્વારા રાધનપુર સાંતલપુર ની કેનાલોમાં પાણી છોડવા બાબતે ગતરોજ મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સોમવારના રોજ સાંતલપુર રાધનપુર મત વિસ્તાર માં નર્મદા કેનાલ માં પાણી છોડાતા પંથકના ખેડૂતો માં આનંદ છવાયો હતો.
રાધનપુર સાંતલપુર ની નર્મદા કેનલમા 150 ક્યુસેક પાણી છોડાયું હતું અને આગામી દિવસોમાં વધુ પાણી છોડાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
બનાસકાંઠા માં પાણી છોડાયા બાદ સાંતલપુર રાધનપુર ની કેનાલોમાં પાણી છોડવા બાબતે ગતરોજ આ વિસ્તારના ધારાસભ્ય રધુભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી આંદોલન ની ચિમકી આપવામાં આવી હતી.
ત્યારે સોમવારે રાધનપુર સાંતલપુર પંથકની નર્મદા કેનાલમાં પાણી છોડાતાં ખેડૂતો અને પશુપાલકોએ આનંદ સાથે રાહત અનુભવી હતી.તો આ પંથકની કેનાલોમાં પાણી છોડવામાં આવતા સાંતલપુર રાધનપુર વિસ્તારમાં પીવાના પાણી ની સમસ્યા દૂર થશે તેવી આશા વિસ્તારમાં લોકો એ વ્યક્ત કરી હતી.