
શંખેશ્વર ગ્રામ પંચાયત ખાતે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં પંખીઓ માટે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ સોમવારના રોજ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
જેમા મોટી સંખ્યામાં કુંડા અને માળાનુ વિતરણ કરાયુ હતુ


આ સેવાકાર્ય માં ભાજપ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ કૌશલભાઇ જોષી,જીલ્લા યુવા મોરચાના કાર્યાલય મંત્રી ભરતભાઇ સિંધવ,તાલુકાના મહામંત્રી ભરતસિંહ વાઘેલા,ઉપસરપંચ કાળુજી ઠાકોર,સભ્ય અશોકભાઇ ખેર,હીતેશભાઇ જોષી સહીત મોટી સંખ્યા માં કાર્યકર મિત્રો ઉપસ્થીત રહ્યા હતા.
