#PATAN : પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર કિસાન અભિયાનની યાત્રાનો પ્રારંભ..

આત્મનિર્ભર કિસાન યાત્રા પાટણ અને સરસ્વતી તાલુકાના ગામોમાં યોગીક ખેતી, જૈવિક ખેતી અને નેચરલ ફાર્મિંગનો સંદેશો આપશે…

પાટણ શહેરના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘આત્મનિર્ભર કિસાન અભિયાન’ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે અભિયાનની રૂપરેખા આપતા નીતાબેને કહ્યું કે, અભિયાન પાટણ અને સરસ્વતી તાલુકાના ગામે ગામ જઈને કિસાનો માટે એક સંદેશ લઈને નીકળ્યું છે.


અભિયાનને શુભકામના આપતા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે કહ્યું કે પાટણ અને સરસ્વતી તાલુકાના ગામે ગામ જઈને કિસાનો માટે યોગીક ખેતી, જૈવિક ખેતી અને નેચરલ ફાર્મિંગ નો સંદેશો આપવા માટે આ સંસ્થાના કાર્યને હું બિરદાવું છું. ખરેખર તો આ કાર્ય સરકારનું છે, પરંતુ સમાજની સેવામાં તત્પર એવી બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે. તે ખુબ જ સરાહનીય છે.


વર્તમાન સમયે નિત નવી બીમારીઓ પહેલાથી વધતી જઈ રહી છે જેનું કારણ રાસાયણિક ખાતરોથી પેદા કરેલું અનાજ અને શાકભાજી પણ છે .જો આપણે કુદરતી ખાતર દ્વારા ખેતી કરીશું તો સારું અનાજ પેદા કરી બીમારીઓથી બચી શકીશું .


આ પ્રસંગે નિલમ દીદી એ અભિયાનને શુભેચ્છા આપતા આશીર્વચન આપતા કહ્યું કે, પાટણ અને સરસ્વતી તાલુકાના સર્વ ગામોના ખેડૂતો માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે . અનેક લોકો જેનો લાભ લઇ સાચા અર્થમાં કિસાનો આત્મનિર્ભર બની જીવનને વ્યસનમુક્ત બનાવે કુરિવાજો અને અંધશ્રદ્ધાથી મુક્ત બને એવી અમારી સર્વના માટે શુભકામના છે. જ્ઞાનનો કલશ આપી અને સૌ ભાઇ-બહેનો ને અભિયાન યાત્રીઓને બેચ અને અભિયાન નો પટ્ટો પહેરાવી લીલી ઝંડી આપી અભિયાનને પ્રસ્થાન કરાવ્યું હતું.