#PATAN : જનરલ સીવીલ હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો…

આરોગ્ય મેળા 2022 ને તાલુકા પ્રમુખ હસ્તે રીબીન કાપી વિધીવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો…

પહેલુ સુખ તે જાતે નર્યા…એ સૂત્રને સાર્થક કરતા સોમવારના રોજ પાટણ શહેરની મધ્યમાં આવેલ જનરલ સીવીલ હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાનો આરોગ્યમેળો યોજાયો હતો.
પાટણ જનરલ સીવીલ હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાના આરોગ્ય મેળા 2022 ને તાલુકા પ્રમુખ માયાબેન ઝાલાના હસ્તે રીબીન કાપી વિધીવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


આ આરોગ્યમેળામાં સરકારીતંત્રની વિવિધ શાખાઓના સ્ટોલો કાર્યરત કરવામાં આવ્યા હતા જયાં તાલુકા પ્રમુખ સહિત તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સીવીલ કેમ્પસ ખાતે કાર્યરત કરાયેલ વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી.


આ આરોગ્યમેળામાં મેલેરીયા શાખા, આઇસીડીએસ, આયુર્વેદિક શાખા, રમતગમત વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટોલો કાર્યરત કરવામાં આવ્યા હતા જ તમામ સ્ટોલોની તાલુકા પ્રમુખે મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
તો આ આરોગ્યમેળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ રોગના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.