#RADHANPUR : અખલાએ અડફેટે લેતા 18 વર્ષીય આશાસ્પદ યુવાનું મોત..

ઘાંચી અબ્દુલ રજ્જાકનુ મીરા દરવાજા પાસે આખલા ની હડફેટે મોત નિપજતાં પરિવાર શોકમગ્ન..

પાલિકા સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોની સમસ્યા દુર કરવા ઉદાસીનતા ને લઈને લોકોમાં રોષ..

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અવાર નવાર આખલા યુદ્ધના બનાવ બનતા હોય છે અને જેના કારણે નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગતરોજ રાધનપુરમાં બન્યો હતો. જેમાં આખલાના યુધ્ધમાં 18 વર્ષીય આશાસ્પદ યુવાને જીવ ગુમાવતા પરિવારજનોમાં માતમ છવાયો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુરના 18 વર્ષીય યુવક ઘાંચી અબ્દુલ રજ્જાક ગતરોજ મીરા દરવાજા પાસે કામ અર્થે ગયેલો તે સમયે આખલાએ આ યુવાનને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આખલાઓના લીધે લોકો જીવ ગુમાવી રહ્યા છે.

ત્યારે નગરપાલિકાના સત્તાધીશો ચૂપ જોવા મળી રહ્યા છે જેને લઇને લોકો માં પાલિકા સત્તાધીશો સામે રોષ ભભુકી ઉઠયો છે. રાધનપુર નગરની કોઈ એવી જગ્યા નહીં હોય કે જ્યાં આખલા નું સામ્રાજ્ય ન દેખાય છતાં પાલિકા તંત્ર આ આખલાઓને દુર કરવા નગરપાલિકાની બેદરકાર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ તો ઘાંચી પરિવારે પોતાનો લાડકવાયો દીકરો ખોતા પરિવારજનોમાં માતમ સાથે પાલિકા પ્રત્યે આક્રોષ જોવા મળી રહ્યો છે.