#PATAN : મેરવાડા નાં યુવાનો દ્વારા સાયકલ યાત્રા દ્વારા પાવગઢ જવા પ્રસ્થાન કર્યું..

હિન્દુ ધમૅ માં ધાર્મિક ઉત્સવો નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામેથી યુવાનો દ્વારા દર ચૈત્ર માસમાં સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવે છે તેમાં ગામના દરેક યુવાનો આ સાયકલ યાત્રા સંઘમાં જોડાઈ છે ત્યારે ચાલુ સાલે પણ મંગળવારના રોજ સવારે મેરવાડા થી પાવાગઢ સાયકલ યાત્રા નું યુવાનો દ્વારા માતાજીના જય જય કાર વચ્ચે પ્રસ્થાન કર્યું હતું.


મેરવાડા નાં યુવાનોનો આ સાયકલ યાત્રા સંઘ પાવાગઢ ખાતે પહોંચી માતાજી નાં મંદિરે ધજા ચડાવી દશૅન પ્રસાદ સાથે પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવશે..