અમારા પૂર્વજો માનતા હતા કે દરેક રોગનો અડધો ઉપચાર બેલેન્સ ડાયટ માં છુપાયેલો છે

સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર બનશે.

જામગનરમાં સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના નિમિત્ત વડાપ્રધાને ભારતીય ચિકિત્સાને લઈને કહ્યું કે, અમારા પૂર્વજો માનતા હતા કે દરેક રોગનો અડધો ઉપચાર બેલેન્સ ડાયટ માં છુપાયેલો છે. ભારતીય ચિકિત્સામાં સાયન્સ જોડાયેલું છે તેવું તેમને કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે વધુમાં કહ્યું કે, સારી હેલ્થનો સીધો સંબંધ બેલેન્સ ડાયટ સાથે છે. અમારા પૂર્વજો માનતા હતા કે દરેક રોગનો અડધો ઉપચાર બેલેન્સ ડાયટ માં છુપાયેલો છે. પારંપારિક ચિકિત્સા આ જાણકારીથી ભરેલી છે. કયા મોસમમાં શું ખાવું જોઈએ કે શું ના ખાવું જોઈએ, આ બધી જાણકારી ઓ ૉનો આધાર સેંકડો વર્ષનો અનુભવ છે. સેંકડો વર્ષોના અનુભવ નું સંકલન છે.
ભારતમાં જે નેશનલ ન્યુટ્રીશન શરૂ થયું છે તેમાં પણ ભારતમાં પ્રાચીન અને ઉપચાર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

દુનિયાના અનેક દેશોએ ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ પર ભાર આપી રહ્યા છે. જે ડાયાબિટીસ, ડિપ્રેશન જેવી અનેક બીમારીઓમાં આજે યોગ પરંપરા ખૂબ જ કામ આવી રહી છે. દુનિયાને પણ આ યોગ પરંપરા કામ આવી રહી છે. ઼આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના માધ્યમથી યોગ પ્રચલિત થઈ રહ્યો છે. દુનિયાભરમાં લોકોને માનસિક તણાવ ઓછો કરવા માટે યોગ જરૂરી છે. મન, શરીર, ચેતનાના સંતુલનને કાયમ રાખવા માટે યોગ મદદ કરી રહ્યો છે.

આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી હતી. જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર બનશે. જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.