જગવિખ્યાત મોઢેરામાં બન્યું દેશનું પ્રથમ સોલર કાર ચારજિંગ સુવિધા થી સજ્જ

આ પર્યટક સ્થળ પર ભારતમાં પ્રથમ સોલર ઉર્જા આધારિત કાર ચારજિંગ તેમજ મોબાઈલ ચારજિંગ ની સુવિધા પણ ઉભી કરવામાં આવી ભારતમાં સૌ પ્રથમ એવા સોલર વિલેજ મોઢેરામાં 69 કરોડ ના ખર્ચે બનેલ સોલર પ્લાન્ટમાં સૂર્ય મંદિર તેમજ સમગ્ર ગામને સોલરના માધ્યમથી વીજ પુરવઠો તો મળતો શરૂ થઈ ગયો છે પણ તેની સાથે અહીં આવતા પર્યટકો માટે સોલર આધારિત કાર ચાર્જિંગ ની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.

સૂર્ય દેવની આરાધના માટે ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પહેલાના દ્વારા 11મી સદીમાં મહેસાણા જિલ્લાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ત્યારે હવે આ પર્યટક સ્થળ પર ભારતમાં પ્રથમ સોલર ઉર્જા આધારિત કાર ચારજિંગ તેમજ મોબાઈલ ચારજિંગ ની સુવિધા પણ ઉભી કરવામાં આવી ભારતમાં સૌ પ્રથમ એવા સોલર વિલેજ મોઢેરામાં 69 કરોડ ના ખર્ચે બનેલ સોલર પ્લાન્ટમાં સૂર્ય મંદિર તેમજ સમગ્ર ગામને સોલરના માધ્યમથી વીજ પુરવઠો તો મળતો શરૂ થઈ ગયો છે પણ તેની સાથે અહીં આવતા પર્યટકો માટે સોલર આધારિત કાર ચાર્જિંગ ની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. સાથે સાથે પર્યટકો કારની સાથેસાથે પોતાનો મોબાઈલ પણ ચારજિંગ કરી શકશે. આમ આ ભારતનું પ્રથમ સોલર વિલેજ ગામ સૂર્ય ઉર્જા ઉત્પાદન અને તેની સુચારી વ્યવસ્થાના કારણે પ્રથમ મોડેલ સોલર વિલેજ ગામ પણ બનશે. જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર ને સોલર વિલેજની મળેલ વ્યવસ્થાને કારણે પર્યટકો અને ગ્રામજનો ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે ભારતના પ્રથમ સોલર વિલેજની વિશેષતા એ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસએસ ધરાવતા પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે 69 કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ હાલ પૂર્ણતાના આરે પણ પહોંચી ગયો છે. અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામ ના કુલ 1,610 થી વધુ ઘરોને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઊર્જા પૂરી પાડવામાં આવી રહી છે.