અમૃત મહોત્સવ યોજના અંતર્ગત નામી-અનામી સૈનાનીઓનું અભિવાદન કાર્યક્રમ આવતી કાલે યોજાશે

આવતી કાલે તારીખ 20 એપ્રિલ આઝાદી કા અમૃત મહોત્સવ યોજના અંતર્ગત નામી-અનામી સૈનાનીઓનું અભિવાદન કાર્યક્રમ યોજાશે.

સમગ્ર રાજયમાં સામાજીક ન્યાય પખવાડીયું 7 એપ્રિલથી 20 એપ્રિલ દરમ્યાન યોજાઇ રહ્યું છે. જેમાં જીલ્લા-મહાનગર અને મંડલ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જીલ્લા-મહાનગર અને મંડલ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ત્યારે આવતી કાલે નામી-અનામી સૈનાનીઓનું અભિવાદન કાર્યક્રમ યોજાશે.

જેમાં સ્વાતંત્ર્ય સૈનાનીઓની પ્રતિમાઓ અથવા ફોટાઓને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવશે તેમજ સૈન્ય અને અર્ઘલશ્કરી દળોના શહિદ પરિવારોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ ઇન્ચાર્જ રહેશે.

સામાજીક ન્યાય પખવાડીયું અંતર્ગત આજ રોજ પોષણ અભિયાન યોજના અંતર્ગત આશા અને આંગણવાડી કાર્યકરોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મહિલા મરોચા દ્વારા આંગણવાડી, પીએચસી સેન્ટરની મુલાકાત લઇ આશા-આંગણવાડીના કાર્યકરોમનું સન્માન કરવામાં આવશે તેમજ સાંસદ, ધારાસભ્યઓ આંગણવાડીઓની મુલાકાત લઇ બાળકો માટે રમકડાં અને પૌષ્ટિક ખોરાકના પેકેટોનું વિતરણ કરવમાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ,રાજયના મનિષાબેન વકિલ, મહિલા મોરચા પ્રદેશના ઉપપ્રમુખશ્રી ડો.શ્રદ્ધાબેન રાજપૂત ઇન્ચાર્જ રહ્યા હતા.