#VASTU : વાસ્તુ અનુસાર ઘરમાં રાખો આ વસ્તુઓ, ક્યારે નહિં પડે પૈસાની ખોટ અને ઘરમાં આવશે પોઝિટિવિટી

ઘરમાં પડતી અનેક તકલીફોને દૂર કરવા માટે વાસ્તુ અનુસાર જો તમે આ વસ્તુઓ રાખો છો તો તમે સુખી થઇ જાવો છો.

પૈસાની તકલીફ અનેક લોકોના ઘરમાં પડતી હોય છે. ગમે તેટલી મહેનત કરો તો પણ પૈસાની અછત ઘરમાં પડતી હોય છે. નાની-નાની વસ્તુઓ તમને ક્યાંકને ક્યાંક હેરાન કરીને મુકી દે છે. આમ, વાસ્તુ અનુસાર જો તમે આ બાબતોનું ધ્યાન રાખો છો તો તમને પૈસાની તકલીફ દૂર થઇ જાય છે અને સાથે ઘરમાં પોઝિટિવિટી આવે છે. આ અનેક તકલીફોમાંથી તમે છૂટકારો મેળવવા ઇચ્છો છો તો વાસ્તુ અનુસાર તમારે આ વસ્તુઓ ઘરમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

જો તમે ઘરમાં મોંમા સિક્કાવાળા સાથે ઘરમાં ત્રણ પગનો દેડકો રાખો છો તો એને ખુબ શુભ માનવામાં આવે છે. આ દેડકો ઘરમાંથી રાખવાથી ઘરમાં પડતી નાણાંકીય તકલીફ દૂર થાય છે અને સાથે-સાથે ઘરમાં પોઝિટિવિટી પણ આવે છે.

વાસ્તુ અનુસાર દરેક લોકોએ ઘરમાં કાચબો રાખવો જોઇએ. જો તમે ઘરમાં કાચબો રાખો છો તો લક્ષ્મી આવે છે. આ સાથે જ ઘરમાં રહેલો આ કાચબો તમારા ઘરની નેગેટિવિટીને દૂર કરે છે અને પોઝિટિવ ઊર્જા લાવવાનું કામ કરે છે. વાસ્તુ અનુસાર આ કાચબો તમારે ઉત્તર દિશામાં રાખવો જોઇએ. આ દિશાને શુભ માનવામાં આવે છે.

3 ચીની સિક્કો વાસ્તુ અનુસાર દરેક લોકોએ ઘરમાં રાખવો જોઇએ. લાલ કપડામાં આ સિક્કાને બાંધીને તમારા ઘરમાં તમારે રાખવો જોઇએ. આ સિક્કો ઘરમાં રાખવાથી ખરાબ સમયમાંથી છૂટકારો મળે છે અને સાથે નાણાકીય તકલીફ દૂર થાય છે.

ગોલ્ડન માછલી વિશે ભાગ્યે જ લોકો જાણતા હોય છે. માછલીને ઘરમાં રાખવી શુભ ગણાય છે. અનેક લોકોના ઘરમાં તમે માછલી ઘર જોયું હશે. આ માછલી ઘર તમને અનેક સમસ્યાઓમાંથી બહાર લાવે છે અને સાથે તમારી અનેક અધુરી ઇચ્છાઓને પૂરી પણ કરે છે.