#HARIJ : ચણા કૌભાંડ મામલે પહેલીવાર એક સાથે 189 ખેડૂતો સામે ગુજરાતમાં કાર્યવાહી, જાણો શું છે મામલો

અગાઉ કેટલાક લોકોએ આ મામલે માર્ચ મહિનાની અંદર પાટણના ધારાસભ્ય કીરીટ પટેલને ફરિયાદ કરી હતી જેથી કિરીટ પટેલે આ મામલો વિધાનસભામાં ચાલુ સત્ર દરમિયાન ઉઠાવ્યો હતો

ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતો સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટણ હારીજમાં માર્ચ મહિના દરમિયાન એપીએમસીમાં ચણા ખરીદી કૌભાંડનો કેસ સામે આવ્યો હતો.

હારીજ એપીએમસીમાં આ મામલો સામે આવ્યો હતો ત્યારે ખેડૂતો અને તલાટીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
189 ખેડૂતોને પાંચ વર્ષ સુધી સરકારી લાભ નહીં મળે એ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે.
10 તલાટીઓ સાથે પણ કાર્યવાહી કરવામાં આવશે, ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતો સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે કૃષિ વિભાગની પાંચ ટીમો એ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
ખેડૂતોએ ખોટું રજીસ્ટ્રેશન કર્યું હોવાનો ખુલાસો થતાં તેમની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા સ્થાનિક આગેવાનો સાથે આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

અગાઉ કેટલાક લોકોએ આ મામલે માર્ચ મહિનાની અંદર પાટણના ધારાસભ્ય કીરીટ પટેલને ફરિયાદ કરી હતી જેથી કિરીટ પટેલે આ મામલો વિધાનસભામાં ચાલુ સત્ર દરમિયાન ઉઠાવ્યો હતો જેમાં ખેડૂતો ની જાણ બહાર તેમના નામથી ચણાની ખરીદી થતી હતી જેથી સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે તપાસના આદેશ આપ્યા હતા જેમાં આ પ્રકારનો ખુલાસો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે અગાઉ કિરીટ પટેલે એવું પણ કહ્યું હતું કે જે રીતે સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ બહાર નથી આવ્યું રીતે એની તપાસ માંગણી કરવામાં આવી હતી. કૃષિમંત્રીએ તપાસ કરાવી હતી જેમાં આ પ્રકારનો ખુલાસો સામે આવ્યો હતો.