આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તેની ચિંતા કરી દેશમાં ૭૫૦ એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ

સાપેક્ષે માત્ર છેલ્લા સાત વર્ષમાં ૯ સંશોધન કેન્દ્રો ખોલવામાં આવ્યા

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયાની ગંભીર સમસ્યા છે. તેની સૌથી વધુ અસર યુવાનો ઉપર થાય છે. આ બિમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરી રહ્યા છે. એ દિશામાં કામગીરી પણ રાજ્ય સરકાર કરી રહી છે.

નરેન્દ્ર મોદીએ આદીવસી સંમેલનમાં આરોગ્ય સેવાઓ કહ્યું કે, હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે મને આદિવાસી વિસ્તારોમાંથી એવી રજૂઆત મળતી કે ઝેરી સાંપ કરડવાના કારણે માનવ મૃત્યું થાય છે. ત્યારે અમે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં એન્ટી વેનમ ઇન્જેક્શનની સુવિધા પણ રખાવી હતી. હવે તેની સામે આદિવાસી ક્ષેત્રોમાં વેલનેસ સેન્ટર પણ ખુલી રહ્યા છે. દૂરદરાજના ગામોના લોકોને ઘરથી નજીક આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.

આદિવાસી યુવાનો અને યુવતીઓ ડોક્ટર, ઇજનેર બને તે માટે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આદિવાસી બેલ્ટના દરેક તાલુકા મથકે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરાવી હતી. આજે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવી છે. આદિવાસી છાત્રો ભણીને તબીબ અને ઇજનેર બની રહ્યા છે. એટલું જ આ છાત્રો સરકારની સહાયથી વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તેની ચિંતા કરી દેશમાં ૭૫૦ એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સાત દાયકા પૂર્વે દેશમાં માત્ર ૧૮ આદિવાસી સંશોધન કેન્દ્રો હતા, તેની સાપેક્ષે માત્ર છેલ્લા સાત વર્ષમાં ૯ સંશોધન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.