#PATAN : ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ પાટણવાડા સમાજનો દ્રિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો..

દ્રિતીય સમૂહ લગ્નોત્સવ માં ૨૩ નવયુગલો એ સમાજના રિત રિવાજો મુજબ પ્રભુતા પગલાં માંડ્યાં..

સમાજની વિભાવનાને ઉજાગર કરવા દરેક સમાજના આગેવાનો,શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા સમૂહલગ્ન નાં આયોજન કરી સમાજના જરૂરિયાતમંદ પરિવારને એક તાંતણે બાંધવાનું પ્રસંસનિય કાયૅ કરી રહ્યા છે ત્યારે ગુરૂવારના રોજ ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ પાટણ વાડા સમાજ નો દ્વિતિય સમુહલગ્નોત્સ સરસ્વતી નદીના કિનારે આવેલ શ્રી મેલડી માતાના મંદિર પરિસર ખાતે હષોઉલ્લાસ પૂર્ણ માહોલમા યોજાયો હતો.


શ્રી મેલડી માતાજી ના સાનિધ્યમાં આયોજિત આ દ્રિતીય સમૂહ લગ્નોત્સવમાં ૨૩ નવદંપત્તિઓ એ સમાજના રિત રિવાજો મુજબ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે રાજકિય,સામાજિક આગેવાનો સહિત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દાતાઓ સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી નવદંપત્તિઓ ને ભેટ સોગાદ સાથે નવજીવન ની શુભકામના પાઠવી રૂડા આશીર્વાદ આપ્યા હતા.