#PATAN_HNGU : કોરોના કાળ અને અંગત કારણોસર પરિક્ષા થી વંચિત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ના વિધાર્થીઓ ની પરિક્ષાનો પ્રારંભ..

સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની પાંચ પરિક્ષા નો પ્રારંભ..

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોરોના કાળ અને કોઇ અંગત કારણોસર પરીક્ષાથી વંચિત રહી ગયેલા વિધાર્થીઓ માટે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની પાંચ પૂરક પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટી સંલગ્ન એનજીઇએસ કેમ્પસ ખાતે આવેલ આર્ટસ કોલેજના પરીક્ષા કેન્દ્ર ખાતે 22 બ્લોકમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના 700થી વધુ વિધાર્થીઓ રજીસ્ટ્રેશન થવા પામ્યા છે. ઓકટોબર ડીસેમ્બર 2021ની પરીક્ષા દરમ્યાન કોરોના મહામારી તેમજ કોઇ અંગત કારણોસર પરીક્ષા ન આપી શકનાર વિધાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા આ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ આર્ટસ કોલેજના પરીક્ષા કેન્દ્રના 22 બ્લોકમાં એલએલબી સેમ.૫, બીબીએ સેમ.5, બીસીએ સેમ.5અને એમએસસી આઇટી સેમ.5 તથા એલએલબી સેમ.3ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પરીક્ષામાં 700થી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થવા પામ્યા છે.
પાટણ આર્ટસ કોલેજના પરીક્ષા કેન્દ્ર ખાતે યુનિવર્સિટી કુલપતિ ડો.જે.જે.વોરા અને પરીક્ષા નિયામક મીતુલ દેલીયા દ્વારા તમામ બ્લોકમાં પરીક્ષાનું સુચારુ આયોજન ગોઠવાયું છે કે નહીં તે અંગે નિરીક્ષણ કર્યું હતું.